Global

આગામી એક વર્ષમાં 8 વર્ષની સૌથી ભયંકર મંદીનાં એંધાણ, ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીનું એક કારણ



આગામી 12 મહિનામાં 8 વર્ષની સૌથી મોટી મંદી જોવા મળી શકે છે. એક તૃતિયાંશ ગ્લોબલ ફંડ મેનેજર્સે આ વાત કહી છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના સર્વે મુજબ આગામી એક વર્ષમાં 8 વર્ષની સૌથી ભયંકર મંદી આવી શકે છે. મેરિલ લિંચના સર્વે મુજબ 34 ટકા ફંડ મેનેજર્સનું માનવું છે કે આગામી એક વર્ષમાં મંદીની અસર જોવા મળશે. આ સમય ઓક્ટોબર,2011 બાદનો સૌથી મુશ્કેલ સમય હશે.

Global
Global

બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા આ સર્વે 2 ઓગષ્ટથી 8 ઓગષ્ટ દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 224 પેનાલિસ્ટ તેનો હિસ્સો હતા. સર્વેમાં સામેલ અડધાથી વધુ મેનેજર્સનું કહેવું છે કે કોર્પોરેટ ગૃપ્સ દબાણમાં છે અને તેમણે પોતાની બેલેન્સશીટમાં સુધારો કરવા માટે પગલા ભરવા જોઇએ.

Global
Global

સર્વેમાં કહેવામાં આવ્યું કે મોટા ભાગના ઇન્વેસ્ટર્સનું માનવું છે કે કોર્પોરેટ્સે પોતાની બેલેન્સ સીટમાં સુધારા માટે બાયબેક અથવા અન્ય વિકલ્પો પર કામ કરવાના બદલે કેશનો ઉપયોગ કરવો જોઇએ. ફંડ મેનેજર્સ મુજબ આગામી દિવસોમાં ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીનું એક કારણ બની શકે છે.

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *