chanakya-niti

ચાણક્ય નીતિ : મરઘાની 4 અને કાગડાની 5 આદતો જે કોઈ વ્યક્તિ શીખશે, એ જીવનમાં હંમેશા રહેશે સુખીનમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, આચાર્ય ચાણક્યનું આપણા દેશમાં ખૂબ જ મોટું નામ છે. અને એમનું પુસ્તક ચાણક્ય નીતિ એમણે આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. એમાં પ્રગતીના કેટલાક સૂત્રો જણાવવામાં આવ્યા છે. એમાં રહેલા શ્લોકમાં કાગડા અને મરઘાની સારી આદતો વિશે જણાવવામાં આવ્યું છે. જે આપણે પણ શીખી લઈએ તો આપણે કદી દુ:ખી થવાનો વારો નહીં આવે.

એ તો તમે બધા જાણો જ છો કે, આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર (જેણે હવે પટનાના નામથી ઓળખવામાં આવે છે.) એક મહાન વિદ્ધવાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણ માટે ઓળખવામાં આવતા હતા. તે એક મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ એક સામાન્ય એવી ઝુપડીમાં જીવન જીવતા હતા. તેમનું જીવન ખૂબ સાદગીપૂર્ણ હતું. અને આચાર્ય ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અનુભવોને ચાણક્ય નીતિમાં સ્થાન આપ્યું છે.

એમના દ્વારા રચિત ચાણક્ય નીતિમાં કંઈક એવી વાતો જણાવવામાં આવી છે, જેનો વ્યક્તિ પોતાના જીવનમાં અમલ કરે તો તેને સફળ થવાથી કોઈ નથી રોકી શકતું. સફળતા સામે ચાલીને તેની પાસે આવે છે. અને જો કોઈ વ્યક્તિ એમની વાતોનો ઉપયોગ તેના અંગત જીવનમાં કરે છે, તો તેને ક્યારે પણ હારનો સામનો નહિ કરવો પડે.

એમની નીતિઓમાં સુખી જીવનનું રહસ્ય છુપાયેલું છે. એમણે પોતાની નીતિઓમાં જણાવેલ વાત તમને કડવી લાગી શકે છે, પણ છે બિલકુલ સત્ય છે. આચાર્ય ચાણક્યના પુસ્તક ચાણક્ય નીતિના અધ્યાય 6 ના 18 અને 19માં શ્લોકમાં પ્રગતીના થોડા સુત્રો વર્ણવવામાં આવ્યા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, એમાં કાગડા અને અને મરઘાની સારી ટેવો વિશે જણાવવામાં આવ્યું છે, જે મનુષ્ય જો પોતાન જીવનમાં અપનાવી લે તો એને પ્રગતી મેળવવાથી કોઈ રોકી શકશે નહીં. એટલું જ નહીં, તેના કામકાજ કોઈપણ જાતના અવરોધ વગર આગળ વધે છે, અને તેમાં પણ સફળતા મળે છે. આ નીતિઓ નોકરી, વ્યાપાર અને જીવનની અન્ય બાબતોમાં પણ ખૂબ કામ આવે છે.

શ્લોક :

प्रत्युत्थानं च युद्धं च संविभागं च बन्धुषु ।

स्वयमाक्रम्य भुक्तं च शिक्षेच्चत्वारि कुक्कुटात् ॥

गूढमैथुनचारित्वं काले काले च सङ्ग्रहम् ।

अप्रमत्तमविश्वासं पञ्च शिक्षेच्च वायसात् ॥

ચાણક્ય અનુસાર મનુષ્યએ મરઘા પાસેથી શીખવી જોઈએ આ 4 સારી વાતો :

ચાણક્યએ કહ્યું છે કે, વ્યક્તિએ પોતાના જીવનમાં મરઘાની 4 સારી ટેવોને અપનાવી લેવી જોઈએ. જો તે આ 4 વાતો અપનાવી લેશે, તો ક્યારેય દુઃખી નહીં રહે. કઈ 4 વસ્તુઓ મનુષ્યને મરઘા પાસેથી શીખવી જોઈએ, આવો જાણીએ.

1. યોગ્ય સમયે જાગવું.

2. યુદ્ધ માટે તૈયાર રહો.

3. કુટુંબ, મિત્રો અને પોતાના સાથીઓને તેમનો ભાગ આપવો.

4. પોતે આક્રમણ કરો એટલે કે મહેનતથી કમાવ.

ચાણક્ય અનુસાર મનુષ્યએ કાગડા પાસેથી શીખવી જોઈએ આ 5 સારી આદતો :

એમણે પોતાની ચાણક્ય નીતિમાં કાગડાની 5 સારી વાતોનું પણ વર્ણન કર્યું છે. એમના દ્વારા જણાવાયેલી કાગડાની આ આદતોને પોતાના જીવનમાં અપનાવી લેવાથી વ્યક્તિ હંમેશાં સફળ થાય છે, અને તેને ક્યારેય કોઈ દુ:ખી નથી કરી શકતું. જે કાગડાની આ ટેવોને અપનાવી લે છે, તે જીવનમાં હંમેશા પ્રગતી કરે છે.

કઈ છે તે ટેવો આવો જાણીએ.

1. હંમેશાં જાગૃત રહેવું.

2. કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી.

3. સમય બચાવવો અથવા ઘરમાં જીવન ચલાવવા માટે સામગ્રીનો સંગ્રહ કરવો.

4. કોઈની ઉપર વિશ્વાસ ન કરવો.

5. છુપાઈને મૈથુન કરવું.

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *